Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ટૂંક સમયમાં રિલીઝ થશે સની દેઓલની ફિલ્મ 'મહોલ્લા અસ્સી'

મુંબઈ:વિવાદોમાં ફસાયેલ સની દેઓલની આગામી ફિલ્મ મહોલ્લા અસ્સી ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર રીલીઝ થઈ શકે છે. હાઈકોર્ટે આ સંદર્ભે સેંસર બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ એક સપ્તાહની અંદર ફિલ્મને એ-કેટેગરીનુ પ્રમાણપત્ર આપીને રીલીઝની મંજુરી આપે. આ પહેલા ફિલ્મ સેંસર બોર્ડે મહોલ્લા અસ્સીના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીને ફિલ્મમાં ૧૦ ટક લગાવવા સૂચન કર્યુ હતું. જોકે, તેમણે સેંસર બોર્ડના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હાઈકોર્ટે માત્ર એક કટ સાથે ફિલ્મ રીલીઝ કરવા મંજુરી આપવા માટે આદેશ કર્યો છે.

(5:46 pm IST)