Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

નવી દિલ્હી તા. ૧૪: 'સેકસીએસ્ટ એશિયન મેન' માટે લંડનમાં કરવામાં આવેલા એક પોલમાં બોલીવુડના સ્ટાર શાહિદ કપૂરની પસંદગી થઇ હતી. ર૬ વર્ષના શાહિદ કપૂરે 'ઉડતા પંજાબ' જેવી ઓફ-બીટ ફિલ્મો બાદ ગયા વર્ષના વિજેતા બ્રિટિશ પાકિસ્તાની ગાયક ઝેન મલિકને પાછળ છોડી દીધો હતો. ઝેન મલિક આ વખતે ત્રીજા ક્રમે આવ્યો છે.

બોલીવુડનો અભિનેતા અને ભૂતકાળનો ટોપર હૃતિક રોશન સતત ત્રીજા વર્ષે બીજા ક્રમે આવ્યો હતો. આ પોલ લંડનસ્થિત વીકલી 'ઇસ્ટર્ન આઇ' દ્વારા કરવામાં આવ્યું હતું. શાદિ કપૂરે તેના માટે મત આપનારા તમામનો આભાર માનતાં કહ્યું હતું કે મારા મતે સેકસીએસ્ટ એ માત્ર શારીરિક દૃષ્ટિએ જ નહીં પરંતુ જીવનને જોવાના માનસિક અભિગમને પણ ગણાવી શકાય. આ યાદીમાં સ્થાન પામનારા અન્યોમાં સલમાન ખાન સાતમાં સ્થાને, ગુરમીત ચૌધરી આઠમા ક્રમે, રણવીરસિંહ નવમા ક્રમે તથા ક્રિકેટર વિરાટ કોહલી દસમા ક્રમે આવ્યો હતો.

(10:07 am IST)