Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

શિલ્પા શેટ્ટી સામે ટારઝન બની ગયા બાબા રામદેવ!

યોગ ગુરૂ રામદેવ હંમેશા એકિટવ જોવા મળે ચે. તે પોતાની પ્રતિભા દેખાડવાની એક પણ તક જવા દેતા નથી. હાલમાં જ એક શો પર તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો જણાવતા ટારઝનની માફક દોરડા પર કરતબ દેખાડ્યા કે શિલ્પા શેટ્ટી જેવા સ્ટાર્સ પણ જોતા જ રહી ગયા. રામદેવ સુપર ડાન્સર ચેપ્ટર-૨ના સેટ પર ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. બાબા પોતાનો હુનર ન દેખાડે તે કંઈ રીતે બને. સ્ટેજ પર બાળકોની સાથે બાબાએ ડાન્સ પણ કર્યો. બાબાએ પોતાના અંદાજમાં સ્ટેજ પર માહોલ સેટ કર્યો અને તમામ લોકોને પોતાની ફિટનેસ દેખાડી ચોંકાવી દીધા હતા. તેમણે એરિયલ એકટ કર્યો હતો. આ એપિસોડ વીકેન્ડ પર પ્રસારિત થશે.

 

(9:26 am IST)