Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સની લઇ રહી છે માર્શલ આર્ટસ, ઘોડે સવારીની તાલિમ

બોલીવૂડમાં મોટે ભાગે આઇટમ સોંગ થકી જ સફળ રહેલી સની લિયોનના હાથમાં સાઉથનો એક મોટો પ્રોજેકટ આવ્યો છે. આ ફિલ્મમાં તે માર્શલ આર્ટથી ઉપરાંત ઘોડે સવારી પણ કરશે. આ માટે તે સખ્ત ટ્રેનિંગ લેશે અને તેના માટે આંધ્રપ્રદેશ જશે. ફિલ્મનું શુટીંગ દોઢસો દિવસ સુધી ચાલવાનું છે. સનીએ પોતે જ આ ફિલ્મની જાણકારી ઇંસ્ટાગ્રામ પર આપી હતી. તેના કહેવા મુજબ આ એક ભવ્ય ફિલ્મ છે અને મારો રોલ ખુબ મહત્વનો છે. ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. સનીએ ૨૦૧૪માં એક તમિલ ફિલ્મમાં આઇટમ સોંગ કર્યુ હતું. હવે તેને સાઉથની ફિલ્મમાં મહત્વનો રોલ મળતાં તે ખુશ છે. બોલીવૂડમાં અરબાઝ ખાન સાથેની સનીની ફિલ્મ તેરા ઇંતઝાર ફલોપ નિવડી હતી.

(6:28 pm IST)