Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સામંથા નિભાવશે નેગેટિવ રોલ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ અભિનેત્રી સામંથા અક્કિનેની વેબ સિરીઝમાં કામ કરી રહી છે. અમેઝોન પ્રાઇમ પરની સ્પાઇ એકશન ડ્રામા સિરીઝ 'ધ ફેમિલી મેન'ની બીજી સિઝનમાં સામંથા નેગેટિવ રોલ નિભાવતી જોવા મળશે. સામંથાને આ વેબ સિરીઝમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી છે. સામંથા હવે ગ્લેમરસ રોલને છોડીને નવા પ્રયોગો કરી રહી છે. સામંથાનો નેગેટિવ રોલ માટે સંપર્ક કરવામાં આવતાં તેને આ રોલ ખુબ રોમાંચક લાગ્યો હતો. જો કે તેણે હજુ ડિલ સાઇન નથી કરી. ઓૈપચારિકતા જલ્દી પુરી થઇ જશે. ધ ફેમિલી મેનને ડીટૂઆર ફિલ્મ્સના સંસ્થાપક રાજ અને ડીકેએ બનાવી છે. સિરીઝમાં મનોજ બાજપાયીએ એક મધ્યમવર્ગીય વ્યકિતની ભૂમિકા નિભાવી છે. જે ખાનગીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ માટે  કામ કરતો હોય છે. સિરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી છે. સામંથા હવે બીજી સિઝનમાં જોવા મળશે. તે તેલુગુ ફિલ્મોની ખુબ જાણીતી અભિનેત્રી છે. સોશિયલ સાઇટ પર તે સતત પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

(10:07 am IST)