Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હું બાળપણથી શાહિદની નકલ કરું છું: ઈશાન ખટ્ટર

મુંબઇ:ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ધડક ફિલ્મથી કારકિર્દીનો આરંભ કરી રહેલા અભિનેતા ઇશાન ખટ્ટરે કહ્યું હતું કે હું બાળપણથી શાહિદ કપૂરની નકલ કરતો રહ્યો હતો. શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટર ઓરમાન ભાઇઓ છે અને બંને વચ્ચે સારો મનમેળ છે. ઇશાને કહ્યું કે આજે પણ હું શાહિદને મારો ગુરુ સમજું છું. હું એકલવ્યની જેમ એની નકલ કરતો હતો. આજે શાહિદ ટોચનો અભિનેતા છે અને હું અભિનેતા તરીકે મારી કારકિર્દી શરૃ કરી રહ્યો છું. પોતાની પહેલી ફિલ્મ ધડકમાં ઇશાન ટોચની અભિનેત્રી સદ્ગત શ્રીદેવી અને સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરની પુત્રી જાહ્નવી સાથે પદાર્પણ કરી રહ્યો છે. સિનિયર અભિનેતા  આશુતોષ રાણાએ બંને નવોદિતોના ઉત્સાહ અને મહેનતને બિરદાવ્યાં હતાં. મરાઠી ભાષાની સુપરહિટ નીવડેલી ફિલ્મ સૈરાટની રિમેક તરીકે ધડક ફિલ્મ બનાવવામાં આવી છે. એનું ટ્રેલર જોયા બાદ શાહિદે ઇશાનના અભિનયને બિરદાવ્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી. બંનેની માતા નીલિમા અઝીમ પણ પોતાના સમયની અભિનેત્રી હતી.

(4:19 pm IST)