Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

અય્યારીમાં ખુબ મજબૂત રોલ છે પૂજા ચોપડાનો

મિસ ઇન્ડિયા વર્લ્ડ રહી ચુકેલી અને બોલીવૂડની ફિલ્મોમાં કામ કરી ચુકેલી પૂજા ચોપડાએ કહ્યું હતું કે જ્યારે કોઇ છોકરીઓની શકિતને ઓછી આંકે છે ત્યારે તેનું લોહી ઉકળી ઉઠે છે. પૂજા એવી દિકરી છે જ્યારે તે તેની માતાની કોખમાં હતી ત્યારે જ પિતાએ કહી દીધુ હતું કે તેને દિકરી નથી જોઇએ. તેના જન્મના વીસ જ દિવસ પછી તેની માતાને ઘરમાંથી કાઢી મુકાઇ હતી. આજે એ જ પૂજા બોલીવૂડમાં અભિનેત્રી છે.

આગામી ફિલ્મ અય્યારીમાં પૂજા ખાસ ભૂમિકામાં જોવા મળશે. તે કેપ્ટન માયા સેમવાલના રોલમાં છે. જે કર્નલ અભયસિંહ એટલે કે મનોજ બાજપેાઇ અને મેજર જય બખ્સી એટલે કે સિધ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેખી ખાસ કડીનું કામ કરે છે.  પૂજા કહ છે હું ફિલ્મમાં બે-ચાર સિન અને બે-ત્રણ ગીતો પુરતો રોલ કરવા નથી ઇચ્છતી. મેં કમાન્ડો કરી હતી ત્યારે એ રોલ સીધી સાદી હિરોઇનનો નહોતો. અય્યારીમાં પણ મારો રોલ ખુબ મજબુત છે. હું ખુશ છું કે પ્રિયંકા, વિદ્યા, દિપીકા, કંગના દમદાર ભૂમિકા નિભાવી રહી છે.

(9:45 am IST)
  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST

  • રાજકીય સન્યાસ લઈ રહેલાના અહેવાલો ઉપર ઉમા ભારતીએ કહ્યુ કે, ૩ વર્ષ સુધી હું ચૂંટણી નહીં લડુ, પ્રધાન તરીકે ચાલુ રહીશ access_time 11:30 am IST

  • પાકે ફરી કરી નાપાક હરકત : જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આજે ફરી કર્યું સીઝ્ફાયરનું ઉલંઘન : કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 8:36 pm IST