Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સોનાક્ષી સિન્હાએ એમેઝોન પર મગાવ્યા હેડફોન : બોક્સમાં નીકળ્યો લોખંડનો ટુકડો:પોસ્ટ કરી શેર

સોનાક્ષીએ સમગ્ર છેતરપીંડીની સ્ટોરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી

મુંબઈ ;બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઓનલાઈન હેડફોન મગાવ્યા હતા અને જ્યારે તેણે ઘરે આવેલું બોક્સ ખોલ્યું તો તેમાં સડેલો લોખંડનો ટૂકડો નિકળ્યો હતો, સોનાક્ષી સિન્હાએ જ્યારે આ પોસ્ટ શેર કરી તો લગભગ 9,000થી વધુ લોકોએ તેને લાઈ કરી હતી અને 1500થી વધુ લોકોએ તેની રીટ્વીટ કરી હતી 

 બોલિવૂડની અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ઓનલાઈન શોપિંગ સાઈટ અમેઝન પર હેડફોન મગાવ્યા હતા અને તે પણ રૂ.18,000ની કિંમતના જોકે,તેને હેડફોનના બદલે લોખંડનો ટૂકડો મળ્યો હતો.

  સોનાક્ષી સિન્હાએ આ સમગ્ર છેતરપીંડીની સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.સોનાક્ષીએ ટ્વીટર પર લખ્યું કે 'મેઝોન,મેં બોસના હેડફોન્સનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જૂઓ તેના બદલે તમારા ત્યાંથી મને શુ્ મળ્યું છે. પેકિંગ તો સારી રીતે કરેલું હતું. તેનું સીલ પણ વ્યવસ્થિત હતું. બહારથી જોવામાં તો એકદમ બોસના હેડફોન હોય એવું જ પેકિંગ હતું. તમારી કસ્ટમર સર્વિસ પણ મદદ કરવા માગતી નથી. તેનાથી વધુ ખરાબ શું હોઈ શકે છે.

   સોનાક્ષીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બોક્સનો એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું કે, 'શું કોઈ રૂ.18,000માં આ ચમકતો લોખંડનો ટૂકડો ખરીદવા માગે છે? ચિંતા ન કરો, હું વેચી રહી છું, મેઝોન નહીં. આથી તમને એ જ મળશે જેનો તમે ઓર્ડર આપી રહ્યા છો.'

   સોનાક્ષીએ જ્યારે આ પોસ્ટ શેર કરી તો લગભગ 9000થી વધુ લોકોએ તેને લાઈક કરી હતી અને 1500થી વધુ લોકોએ રીટ્વીટ કરી હતી. સોનાક્ષીની આ ફરિયાદ બાદ મેઝોને તાત્કાલિ માફી માગતા તેને થયેલા ખરાબ અનુભવ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. 

  જોકે, હવે જોવાનું એ રહે છે કે સોનાક્ષીને તેણે મગાવેલા રૂ.18,000ના હેડફોન મળે છે કે નહીં.

(10:58 pm IST)