Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સ્વ.શ્રીદેવીને સ્ટેજ પર્ફોમન્સ કરીને શ્રદ્ધાંજલિ આપશે માધુરી દીક્ષિત

મુંબઇએક ડાન્સર અને બહેતરીન કલાકાર જ્યારે અન્ય કલાકારને શ્રદ્ધાંજલિ આપે ત્યારે તે આર્ટિસ્ટિક  હોય તે સહજ છે. માધુરી દીક્ષિત નેને શ્રીદેવીને ટ્રિબ્યુટ કરવા એક સ્ટેજ પરફોર્મન્સની તૈયારી કરી રહી છે. માધુરી એક એવોર્ડ સમારંભમાં ૧૯૮૦ નાદશકની પોતાની સમકાલીન અભિનેત્રી સ્વ.શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી કરી  રહી છે. આ કાર્યક્રમમાં શ્રીદેવીની પુત્રી જાહન્વી પણ પ્રસ્તુતિ આપવાની છેઆઇએએનએસની જાણકારી મુજબ આયોજકોએ જણાવ્યું છે કે, માધુરી હેમામાલિની અને રેખાના સુપરહિટ  ગીતો પર પણ નૃત્ય કરશે. પરંતુ સર્વાધિક ઉલ્લેખનીય પ્રસ્તુતિ શ્રીદેવીની હાર્દિક શ્રદ્ધાંજલિ હશેમાધુરીએ જણાવ્યું હતું કે, આ પરપોફર્મન્સ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હું આનંદવિભોર અને ઉત્સાહિત થઇ ગઇ હતીઆ એવોર્ડ સમારંભ રવિવારે યોજાવાનો છે. જેમાં સંયુક્ત રાષ્ટ્રના હીફોરશી કોઝને બોલીવૂડની હસ્તીઓ પોતાનું સમર્થન આપશે. આ સમારોહમાં પુરુષ અને મહિલાઓ એક સાથે ઊભા રહીને સાથે મળીને લૈંગિક અસમાનતાનો સામનો કરવાનો સંકલ્પ લેશે.

(6:55 pm IST)