Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પ્રિયંકા ચોરા અને નિક જોનસ દ્વારા ૧૯મીઅે પરિવાર માટે અને ૨૦મીઅે બોલિવૂડ ફ્રેન્ડસ માટે રિસેપ્શન

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમ્મેદભવન પેલેસમાં ક્રિશ્ચન વેડિંગ અને હિંદુ વિધિથી લગ્ન કર્યા. લગ્ન બાદ પાવર કપલે દિલ્હીમાં એક રિસેપ્શન રાખ્યું હતું જેમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સામેલ થયા હતા. ત્યાર બાદ ગ્લોબલ સેલિબ્રિટી કપલે ઈશા-આનંદની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી.

મિનિ હનીમૂન પર જઈ આવ્યા

ઈશા-આનંદની પ્રી-વેડિંગ સેરેમની બાદ કપલ મિનિ હનીમૂન પર ઓમાન જઈને પરત આવ્યું. ઈશાના લગ્ન પતાવીને નિક જોનસ યુએસ જવા રવાના થયો છે તો તરફ પ્રિયંકાએ મુંબઈમાં રિસેપ્શનની તૈયારીઓ શરૂ કરી છે.

રિસેપ્શન કાર્ડ વાયરલ

રિપોર્ટ પ્રમાણે, કપલ બે રિસેપ્શન રાખશે. ફેમિલી માટેનું રિસેપ્શન 19 ડિસેમ્બરે અને બોલિવુડ ફ્રેંડ્સનું રિસેપ્શન 20 ડિસેમ્બર આયોજિત કરાયું છે. હાલમાં નિકયંકાના રિસેપ્શન કાર્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રિસેપ્શનની ડેટ અને વેન્યૂ વિશે માહિતી મળે છે.

ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે

વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા શોનાલી બોસની ફિલ્મ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ જોવા મળશે.

(4:39 pm IST)