Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અજય દેવગણની ફિલ્મ માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી

મુંબઈ : બોલિવૂડ કલાકાર અજય દેવગન છેલ્લા કેટલાક સમયથી એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેની ફિલ્મો બોક્સઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. અજય દેવગનને બોલિવૂડમાં ત્રણ દાયકા થઈ ગયા હોવા છતાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. બોલિવૂડના ટોચના પ્રોડ્યુસર તેની સાથે કામ કરવા માટે તલપાપડ હોય છે.

                  અજયે હાલમાં અનેક સારી ફિલ્મો સાઇન છે જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મલ્ટીસ્ટારર છે. જોકે લેટેસ્ટ માહિતી પ્રમાણે આ ફિલ્મમાં કામ કરવા માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી છે. હવે તે આ ફિલ્મમાં નહીં જોવા મળે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે પરિણીતીએ તારીખોની સમસ્યાને કારણે અજય દેવગનની ફિલ્મ છોડી દીધી છે. તે આ ફિલ્મ કરવા માટે બહુ ઉત્સાહી હતી પણ કમનસીબે તે હવે આ ફિલ્મમાં જોવા નહીં મળે.

                   અજયની આ ફિલ્મમાં કામ ન કરી શકવાને કારણે પરિણીતી નિરાશ છે. તેણે હવે ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાની આખી ટીમને શુભેચ્છા આપી છે. ફિલ્મમાં અજય સિવાય સંજય દત્ત, રાણા દુગ્ગુબાતી તેમજ સોનાક્ષી સિંહા મહત્વના રોલમાં જોવા મળશે.

(5:13 pm IST)
  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST

  • સુરતને દેવદિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઃ કુલ ૮૫૫ હેકટર જમીન રિઝર્વેશનથી મુકત કરાઈ : ૧૬૬૦ હેકટર જમીનના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦વર્ષથી ચાલતા પ્રશ્નનું નિવારણ access_time 11:35 am IST

  • ઓડ-ઇવન લાગુ કરવાનો નિર્ણય ગૈરબંધારણીયઃ સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને નોટીસ આપીઃ શુક્રવારે આ મુદે વધુ સુનાવણી થશે access_time 3:37 pm IST