Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ટીવી પરદે મિસ્ટર બજાજના રોલમાં કરણસિંહ ગ્રોવર

ટીવી શો કસોૈટી જિંદગી કી-૨માં નવા ટ્વિસ્ટ સાથે મિસ્ટર બજાજની એન્ટ્રી થઇ રહી છે. કોમોલિકાના ગયા પછી બજાજની એન્ટ્રી થવાની છે. એકતા કપૂરે સદાબહાર પાત્ર માટે ટીવી પરદાના ખુબ જાણીતા અભિનેતા કરણસિંહ ગ્રોવરને સાઇન કર્યો છે. કરણે પોતાના ભાગનું શુટીંગ શરૂ કરી દીધું છે. મિસ્ટર બજાજના રોલ માટે કરણના લૂકને તાજેતરમાં રિલીઝ કરાયો હતો. આ લૂક દર્શકોને ગમ્યો છે. કરણસિંહની પત્નિ બિપાશા બાસુએ પણ તેના આ લૂકને વખાણ્યો છે. બિપાશાએ તેની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મિસ્ટર બજાજના રૂપમાં નવી સફર માટે ઓલ ધ બેસ્ટ. તેણે લખ્યું હતું કે આવા લૂકમાં બહુ ઓછા લોકો જમવાટ કરી શકે છે. મારો હબ્બી હોટ છે એ મને પહેલેથી જ ખબર હતી. કસોૈટી જિંદગી કીની પહેલી સિઝનમાં પણ કરણે રોલ નિભાવ્યો હતો.

(10:10 am IST)
  • નીરવ મોદીને કોર્ટનો ફરી તમાચોઃ જેલવાસ લંબાયો : લંડનઃ પંજાબ નેશનલ બેંકને ૧૩૩૦૦ કરોડનું બુચ મારનાર નીરવ મોદીની ચોથી વખત જામીન અરજી રદઃ કોર્ટે નીરવને લઇને કરી આકરી ટીપ્પણી : જો જામીન મળશે તો પુરાવા સાથે છેેડછાડ થઇ શકે છે. access_time 3:25 pm IST

  • ખંભાળીમાં સ્ટેન્ડબાય રખાયેલી એનડીઆરએફની ટીમ પણ દ્વારકા આવશે :રૂપેણ બંદર અને દ્વારકાના આસપાસમા ૪ ગામના લોકોનુ સ્થળાંતર : મામલતદાર સહિતના અધિકારીઓ લોકોને કરાવ્યું સ્થળાતંર access_time 5:13 pm IST

  • માલગાડી ખડી પડી તેનુ કવરેજ કરવા ગયેલા પત્રકારની ભૂંડી દશા કરી : ગઇરાત્રે શામલી-ધીમનપુર ખાતે માલગાડી ખડી પડી તેનુ કવરેજ કરી રહેલ પત્રકારને સાદા કપડામાં જીઆરપી રેલ્વે ઓફિસરોએ બેફામ માર મારી ગાળો આપી તેને લોકઅપમાં પૂર્યો, નગ્ન કરી તેના મોઢામાં પેશાબ કરવામાં આવ્યાની અતી ગંભીર ઘટના બની છે. એએનઆઇએ ટ્વીટ કરેલ વીડીયો ભારે વાયરલ થઇ રહયો છે. access_time 1:14 pm IST