Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રેમોની ડાન્સ ફિલ્મ શેર ખાન કરશે સલમાન ખાન

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે મારા અન્ય પ્રોજેક્ટ્સની સાથેાસાથ હું રેમે ડિસોઝાની એક ડાન્સ ફિલ્મ શેર ખાન પણ કરવાનો છું.હાલ સલમાન પોતાની આવતા શુક્રવારે રજૂ થવા જતી ફિલ્મ રેસ થ્રીના પ્રમોશનમાં બીઝી છે. ઉપરાંત ટીવી ચેનલ પર પોતાનો ગેમ શો દસ કા દમ કરી રહ્યો છે. સાથોસાથ પોતાની સુપરહિટ ફ્રેન્ચાઇઝ દબંદની ત્રીજી કડીની તૈયારી પણ કરી રહ્યો છે. એણે કહ્યું કે મારી દબંગ ટુર ઉપરાંત હું રેમોની એક ડાન્સ ફિલ્મ પણ કરવાનો છું જેને હાલ શેર ખાન નામ આપ્યંુ છે. પ્રકારની ડાન્સ ફિલ્મ હું પહેલીવાર કરીશ.

પ્રોજેક્ટ એટલે કે શેર ખાનનું નિર્માણ એનો ભાઇ સોહૈલ ખાન કરવાનો છે. ફિલ્મનું સૌથી રસપ્રદ પાસું છે કે ફિલ્મ દ્વારા સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા જોરદાર એન્ટ્રી કરવા થનગની રહ્યો છે. આમ તો વાત ઘણા સમયથી થતી રહી હતી પરંતુ વચ્ચે એવી વાત ઊડી હતી કે સોહૈલે શેર ખાન ફિલ્મ પડતી મૂકી છે. જો કે હવે સલમાને કરેલી જાહેરાત પછી સમાચાર નરી અફવા બની રહ્યા છે એમ કહી શકાય.

(4:06 pm IST)