Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અમેરિકામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરતી પ્રિયંકા ચોપરા ૨ મહિના બાદ ઘરની બહાર નીકળીઃ માસ્ક સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો

નવી દિલ્હીઃ બોલીવુડની સાથે હોલીવુડની પણ ફેમસ સેલિબ્રિટી બની ચુકેલી પ્રિયંકા ચોપડા આ સમયે પોતાના પતિની સાથે અમેરિકામાં છે. કોરોના વાયરસનો કેર વિશ્વની જેમ અમેરિકામાં પણ છે અને ત્યાં પણ લૉકડાઉન લાગૂ છે અને લોકો ઘરોમાં રહેવા મજબૂર છે. આ લૉકડાઉન વચ્ચે પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ બની ગઈ છે અને પોતાના દરરોજના જીવનથી ફેન્સને અપડેટ કરાવી રહી છે.

કોરોનાને કારણે લૉકડાઉન વચ્ચે પ્રિયંકા ચોપડા બે મહિના બાદ ઘરની બહાર નિકળી છે. ઘરથી નિકળ્યા બાદ તેણે માસ્ક પહેરીને પોતાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સેલ્ફીમાં પ્રિયંકા પ્રિન્ટેડ માસ્કમાં કૂલ લાગી રહી છે. તસવીર શેર કરતા તેણે લખ્યું, આંખો ક્યારેય ખામોશ ન રહી શકે.

મહત્વનું છે કે હાલમાં પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસની સાથે કોરોના વાયરસ માટે ફંડ ભેગુ કરવા માટે રાખવામાં આવેલી લાઇવ કોન્સર્ટમાં જોવા મળી હતી. આ પહેલા તે લેડી ગાગા દ્વારા રાખવામાં આવેલ લાઇવ કોન્સર્ટમાં પણ ભાગ લઈ ચુકી છે. ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લે શોનાલી બોસની ફિલ્મ 'ધ સ્કાઈ ઇઝ પિંક'માં જોવા મળી હતી. જેમાં તેની સાથે જાયરા વસીમ અને ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બાદ તેણે પોતાની કોઈ ફિલ્મની જાહેરાત કરી નથી.

(5:00 pm IST)