Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

એરિકાએ ઘરમાં જ ઉજવ્યો જન્મદિવસ

ટીવી પરદાની ખુબ જાણીતી અને સફળ અભિનેત્રીની હરોળમાં સ્થાન મેળવી ચુકેલી એરિકા ફર્નાન્ડીઝે તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. લોકડાઉનને કારણે તેણે ઘરમાં જ રહીને ઉજવણી કરી હતી. જો કે તેણે જન્મદિવસને ખાસ અને અલગ બનાવવા માટે સાતમી મેના રોજ મોબાઇલ ફોન, સોશિયલ મિડીયા અને બીજા એવા તમામ સાધનોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. ટીવી શો કસૌટી જિંદગી કી-૨માં પ્રેરણાનું પાત્ર ભજવી ઘરમાં ઘરમાં જાણીતી બનેલી એરિકાએ મોડેલિંગની દુનિયામાંથી અભિનય કારકિર્દી શરૂ કરી છે. મુંબઇમાં સાત મે ૧૯૯૩ના રોજ જન્મેલી એરિકાએ ગ્રજેન્યુએશન કર્યા બાદ મોડેલિંગ કર્યુ હતું. ૨૦૧૧માં તેણે મિસ મહારાષ્ટ્રમાં ભાગ લીધો હતો અને ૨૦૧૩માં તેને પહેલી તમિલ ફિલ્મ ઐન્થુ ઐન્થુ ઐન્થુ મળી ગઇ હતી. તેણે કન્નડ, તમિલ  અને તેલુગૂ ફિલ્મો પણ કરી છે. હિન્દી ફિલ્મ બબલૂ હૈપ્પી હૈ પણ તે કરી ચુકી છે. જો કે આ ફિલ્મ ખાસ ચાલી નહોતી.  ટીવી પરદે ૨૦૧૬માં 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' તેણે ડો. સોનાક્ષી બોસનો રોલ નિભાવ્યો હતો. સોશિયલ મિડીયા અને ફિટનેસ પર પણ તે ખુબ ધ્યાન આપે છે. તેને અન્ડર વોટર સ્પોર્ટસ ખુબ ગમે છે.

(9:59 am IST)