Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પાણીપતમાં જિન્નત અમાનનો લુક થયો રિલીઝ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઝીનત અમન ખૂબ લાંબા સમય પછી ફિલ્મ પાણીપતથી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. ફિલ્મમાં તે સકીના બેગમની ભૂમિકામાં જોવા મળશે.સંજય દત્ત, ક્રિતી સનન અને અર્જુન કપૂરનો આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપતનો ફર્સ્ટ લુક રિલીઝ થયા પછી ઝીનત અમનનો લુક પણ રિલીઝ થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ઝીનત અમનની ભૂમિકા ખૂબ મહત્વની છે.

(5:47 pm IST)