Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ડિજિટલ માધ્યમમાં 'આઉટ ઓફ લવ'થી ડેબ્યુ કરશે હર્ષ છાયા

મુંબઈ:અભિનેતા હર્ષ છાયા વેબ સિરીઝ 'આઉટ ઓફ લવ' થી ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. હર્ષ કાર્તિક હોટસ્ટાર સ્પેશ્યલ સિરીઝમાં શ્રીમંત ઉદ્યોગપતિ કશ્યપનું પાત્ર ભજવશે. તે પરિણીત છે અને તેના બે બાળકો છે.હર્ષે કહ્યું, "20 વર્ષ ટેલિવિઝનમાં કામ કર્યા પછી, મેં એક પ્રોજેક્ટ પસંદ કર્યો છે જે મોટા ડિજિટલ વિશ્વનો ભાગ છે. હું લાંબા સમયથી એક સારા પ્રોજેક્ટની શોધમાં હતો અને હોટસ્ટારની 'આઉટ ઓફ લવ' ડેબ્યૂ માટે એકદમ યોગ્ય છે. શ્રેણીનું પ્રસારણ 22 નવેમ્બરથી હોટસ્ટાર વીઆઇપી પર કરવામાં આવશે.

(5:51 pm IST)