Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે

મુંબઇઃ તા. 11 ઓક્ટોબરના દિવસે બોલિવૂડ સ્ટાર બિગ બી- અમિતાભ બચ્ચનને શુભકામનાઓ આપવામાં નથી આવતી. તેમના કેટલાક મિત્રો 2 ઓગસ્ટના રોજ પણ તેમનો બર્થ ડે મનાવે છે. એક મોટી ઘટનાને કારણે અમિતાભ બચ્ચન વર્ષમાં બે વખત પોતાનો જન્મ દિવસ મનાવે છે. ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન થયેલી દુર્ઘટના બાદ એવું લગાતું હતું કે બોલિવૂડમાંથી બિગ બી વિદાય લઈ લેશે.

ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન પુનીત ઈસ્સારે અમિતાભને જ્યારે પંચ માર્યો તો બિગ બીના સ્નાયુમાં ઈજા પહોંચી હતી. વર્ષ 1982માં દુર્ઘટના બની હતી. જ્યારે મનમોહન દેસાઈ કર્ણાટક યુનિવર્સિટીના કેમ્પસમાં ફિલ્મ કુલીના શુટિંગમાં વ્યસ્ત હતા. સમયે કોઈને પણ એવો ખ્યાલ હતો કે ઘટનાની આટલી મોટી અને ગંભીર અસર થશે. વાસ્તવમાં સિન અમિતાભના ડુપ્લિકેટ પર રેકોર્ડ કરવાનો હતો. પણ અમિતાભે સિન પોતે કરવાનો નિર્ણય લીધો હતો. ટેબલ પર પડીને જમીન પર ઢસડાવવાનું હતું.

પરંતુ, જેવી અમિતાભે છલાંગ લગાવી ત્યારે ટેબલનો એક ખુણો તેમના પેટમાં વાગ્યો, જેને કારણે સ્પીલીન ફાટી ગઈ અને ખૂબ લોહી વહેવા લાગ્યું. પછી તરત પીળા કલરની વોક્સવેગન ગાડીમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. દુખાવો સહન થાય એમ હતો અને ડૉક્ટરોએ તેમને પરત મુંબઈ જવાની સલાહ આપી. પછીથી અમિતાભને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. સર્જરીથી તેમના સ્પીલીનને દૂર કરવામાં આવી. ડૉક્ટરી ભાષાના કહીએ તો અમિતાભ 11 મિનિટ સુધી મૃત અવસ્થામાં હતા

તબીયત નાજુક હતી અને તબીબોની ટીમ સતત તેમની આસપાસ રહેતી હતી. એવામાં અમિતાભના મિત્ર મનોજ દેસાઈ (ફિલ્મ ખુદા ગવાહના નિર્માતા) મીડિયાને એવું કહ્યું કે, અમિતાભ રહ્યા નથી. પણ વાત બ્રેકિંગ ન્યૂઝ બની. અમિતાભને સભાન કરવા માટે તબીબોએ તૈયારીઓ શરૂ કરી અને હ્દયમાં એડ્રેનલિનનું ઈન્જેક્શન આપ્યું. એવી આશા વ્યક્ત કરવામાં આવી કે અમિતાભને હવે વાંધો નહીં આવે. એવામાં જયા બચ્ચને અમિતાભની આંગળીઓમાં હલન-ચલન જોયું ત્યારે તેણે બૂમ પાડી કે, દેખો વો ઝિન્દા હૈ

ઈન્જેક્શનને કારણે અમિતાભ ફરીથી સભાન અવસ્થામાં આવ્યા, ટીનુ આનંદ કહે છે કે, ફિલ્મ મેજરસાહેબમાં સિનને મૂકવા માટેની સલાહ આપવામાં આવી હતી. જે બિગ બીએ સ્વીકારી. સલાહ અજય દેવગને આપી હતી. ત્રીસ વર્ષ બાદ પણ મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ અને અન્ય કેટલાક લોકો તેમને બે વખત હેપી બર્થ ડે વીશ કરે છે.

(5:50 pm IST)
  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST