Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મને બ્લાઇન્ડ ગેમ રમવાની વધુ પસંદ છે: અનુરાગ કશ્યપ

મુંબઈ: ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કહ્યું હતું કે કોઇ પણ ફિલ્મ શરૃ કરતી વખતે હું સદા બ્લાઇન્ડ ગેમ રમતો હોઉં છું. ફિલ્મનું પરિણામ કેવું આવશે એની ચિંતા હું અગાઉથી કદી કરતો નથી.'મને ખબર છે કે મારા મિત્ર ફિલ્મ સર્જકો શૂટિંગ શરૃ કરવા પહેલાં બહુ નક્કી કરે છે, પૂર્વયોજના ઘડતા હોય છે. હું એવી કોઇ લમણાફોડમાં પડતો નથી. મારા માટે શૂટિંગ મારી ફિલ્મને શોધવાની અને સાથોસાથ નિર્માણની પ્રક્રિયા છે. મારા માટે શૂટિંગ મારો પોતાનો અવાજ છે મારી વાત કહેવાની પ્રક્રિયા છે' એમ અનુરાગે કહ્યું હતુંગેંગ્સ ઑફ વાસેપુરની સિરિઝ ઉપરાંત ગુલાલ, દેવ ડી, મુક્કાબાજ જેવી ફિલ્મો એણે આપી છે. 'તમે નહીં માનો પણ મને છેક ક્લાયમેકસ વખતે મારી ફિલ્મનંુ ચિત્ર સ્પષ્ટ થાય છે. મેં ફક્ત એક ફિલ્મ અત્યાર પહેલાં અગાઉથી આયોજન દ્વારા શરૃ કરી હતી. બોમ્બે વેલ્વેટ. ફિલ્મ માત્ર બે દિવસમાં ઊતરી ગઇ. સાવ ફ્લોપ નીવડી એટલે હું બ્લાઇન્ડ રમવાનું પસંદ કરું છું' એમ અનુરાગે કહ્યું હતું.એણે કહ્યું હતું કે વિશ્વના ટોચના ફિલ્મ સર્જકો રીતેજ કામ શરૃ કરે છે. પહેલેથી એમને ખબર હોતી નથી કે ફાઇનલ ચિત્ર કેવું હશે. અરે, ઘણીવાર તો ફિલ્મ રિલિઝ થયા બાદ ફિલ્મ સર્જકને ખ્યાલ આવતો હોય છે કે શું બની ગયું ?

(3:39 pm IST)