Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

હેલ્લો... હેલ્લો... ફરી કમર લચકાવવા આવી ગઇ મલાઇકા

અરબાઝ ખાનની પૂર્વ પત્નિ મલાઇકા અરોરા ફરીથી આઇટમ સોંગમાં કમર લચકાવતી જોવા મળશે. ફિલ્મ 'પટાખા'માં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. હેલ્લો...હેલ્લો નામના ગીતમાં તે ખુબ જ હોટ અને સેકસી દેખાઇ રહી છે. ખુદ મલાઇકાએ જ પોતાના આ આઇટમ નંબરની એક તસ્વીર પોસ્ટ કરી છે અને તેમાં કેપ્શનમાં હેલ્લો...હેલ્લો લખ્યું છે. અગાઉ દિયર સલમાન ખાનની ફિલ્મ દબંગમાં મુન્ની બદનામ હુઇ ગીતથી મલાઇકાએ અઢળક ચાહના મેળવી હતી. આ ગીત હજુ આજે પણ લોકોને ગમે છે. પાંચમી સપ્ટેમ્બરે  તેનું ગીત હેલ્લો હેલ્લો રિલીઝ કરાયું છે. આ ગીત વિશાલે કમ્પોઝ કર્યુ છે અને રેખા ભારદ્વાજે ગાયું છે. ફિલ્મની કહાની બે સગી બહેનો બડકી અને છુટકીની છે.

(9:26 am IST)