Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ટ્વિંકલ ખન્નાની ત્રીજી બુક ‘પાઇજામાસ આર ફોર ગિવિંગ’ બેસ્ટ સેલર બુક બની

મુંબઇ: અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્નાની ત્રીજી બુક ‘પાઇજામાસ આર ફોર ગિવિંગ’ એમેઝોન પર ત્રીજી બેસ્ટ સેલર બુક બની ચૂકી છે. પબ્લિશર જગર નોટબુકસે આ બુક બેસ્ટસેલર લિસ્ટમાં સામેલ થવાની જાણકારી આપી છે. ૪૩ વર્ષીય ટ્વિંકલ ખન્નાએ પણ લખ્યું છે કે ત્રણ નંબર તેના માટે ખૂબજ લકી છે. એડિટર ચીકી સરકાર સાથે આ તેનું ત્રીજું સાહસ છે.ટ્વિંકલ ખન્નાએ એક્ટિંગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. છેલ્લી વખત ગેસ્ટ રોલમાં અક્ષયની જ ફિલ્મ તિસમારખાંમાં જોવા મળી હતી. ટ્વિંકલ ખન્ના પણ આ બુકની રિલીઝને લઇને ખૂબજ ઉત્સાહિત છે.તેણે ટ્વિટર પર લખ્યું છે કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થઇ રહેલી બુક માટે હું ફિંગર ક્રોસ કરી રહ્યું છું. આવું આગામી થોડા મહિનાઓ સુધી જારી રહેશે. આ પહેલાં ટ્વિંકલની ‘મિસિસ ફનીબોન્સ’ અને ‘ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ ખૂબ જ પસંદ કરાઇ હતી.

(5:51 pm IST)
  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST