Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લોસ એન્જલસમા વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ યોજાયોઃ એવોર્ડ અર્પણવિધી

ફોટો ૦૦૦

 

મુંબઇ : વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ (IGFF) ની બીજી આવૃતિનું આયોજન ૭, ૮ અને ૯ જૂનના રોજ  AMC 30, ઓરેન્જ, લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. ખાસ મહેમાનો, ગુજરાતી સમુદાય, સ્થાનીક સેલિબ્રિટીઝ અને મીડિયાના ઘણા પ્રતિષ્ઠિત લોકોએ આ ફેસ્ટિલવલના પ્રથમ દિવસે રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. બીજા દિવસે વિવિધ ગુજરાતી ફિચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોકયુમેન્ટરી ફિલ્મો અને  The Ideals of Mahatma Gandhi  પર  આધારિત ફિલ્મોની રજૂઆત કરવામાં આવી હતી.

ફેસ્ટિવલના ત્રણેય દિવસો દરમિયાન આશરે ૪૦૦૦ જેટલા લોકોએ હાજરી આપી હતી અને ગુજરાતી ફિલ્મોને માણી હતી. ફેસ્ટિવલના છેલ્લા દિવસે ફિલ્મોની સ્ક્રીનિંગ સાથે, સાંજે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી એમ મોનલ ગજ્જર ઉપરાંત ફેસ્ટિવલ ડીરેકટર શ્રી ઉમેશ શુકલા અને ફેસ્ટિવલ જયુરી સભ્યો જય વસાવડા, સૌમ્ય જોશી અને ગોપી દેસાઇ સાથે હાજરી આપી હતી. ફેસ્ટિવલમાં સિલેકટ થયેલી ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતાઓ પણ પોતાની ફિલ્મોને રીપ્રેઝેન્ટ કરવા માટે ખાસ ભારતથી આવ્યા હતાં. ફેસ્ટિવલના સ્થાનિક સહયોગીઓ ડો. ભરત પટેલ, અનિલ શાહ અને ઉજ્જવલ ઝવેરી પણ ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતાં.

IGFF  એ ફિલ્મ સ્ક્રીનિંગની સાથોસાથ ગુજરાતી ફિલ્મ મેકર્સને જરૂરી નેટવર્કીંગ તેમજ બેસ્ટ ગુજરાતી ફિલ્મો દર્શવાની તકો પુરી પાડી.

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની બીજી આવૃતિના એવોર્ડ વિજેતાના નામ નીચે મુજબ છે.

* બેસ્ટ શોટ ફિલ્મ -કૃણાલ દવે (ધ સાયકાલ-ચક્ર)

* બેસ્ટ ડોકયુમેન્ટરી ફિલ્મ -સુનીલ વિસરાની (માનસી કચ્છ)

* બેસ્ટ શોર્ટ ફિલ્મ ઓન  The Ideals of Mahatma Gandhi   દિપક અંતની (ગાંધી હત્યા)

* બેસ્ટ સ્ક્રીનપ્લે -નીરવ બારોટ (હવે થશે બાપ રે!)

* બેસ્ટ સ્ટોરી - ટીમ બેકર, પ્રયાગ દવે, રાજેશ રાજગોર, સ્મિત વજાની (બેક બેન્ચર)

* બેસ્ટ ડાયલોગ્સ -કૃષ્ણદેવ યાજ્ઞિક (શું થયું ?!)

* બેસ્ટ સીનેમેટોગ્રાફી -રાવજી સોનાવદરા (બજાબા)

* બેસ્ટ એડિટર -પ્રભાહર (શોર્ટ સર્કીટ)

* બેસ્ટ એકટર ઇન કોમિક રોલ -સ્મિત પંડયા (ફેમીલી સર્કસ) અને ઓમ ભટ્ટ (બેક બેન્ચર)

* બેસ્ટ એકટર ઇન નેગેટીવ રોલ -અર્ચન ત્રિવેદી (સાહેબ)

* બેસ્ટ એકટર ઇન સપોર્ટીંગ રોલ -ફીમેલ-પ્રેનલ ઓબેરોય (પાત્ર) અને અમી ત્રિવેદી (બેક બેન્ચર)

* બેસ્ટ એકટર ઇન સપોર્ટીંગ રોલ-મેલ-રોહિત રોય (આઇ. એમ.એ. ગુજ્જુ)

* બેસ્ટ મ્યુઝિક -પાર્થ ભારત ઠક્કર (વેન્ટીલેટર)

* બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર-રાહુલ મુંજારિયા (ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર)

* બેસ્ટ એકટર - ફીમેલ- નીલમ પટેલ (બજાબા)

* બેસ્ટ એકટર - મેલ-મલ્હાર ઠક્કર (શું થયું?!)

* બેસ્ટ એકર (ક્રીટીકસ) -મેલ-સિધ્ધાર્થ રાંદેરીયા (નટ સમ્રાટ)

* બેસ્ટ ડાયરેકટર -ભાવિન ત્રિવેદી (પાત્ર)

* મોસ્ટ પોપ્યુલર ફિલ્મ-મહેશ દનાનાવર -શું થયું?!

* શોમારૂ એન્ટરટેઇનર ઓફ ધ યર - શરતો લાગુ -નીરજ જોષી, યુકિત વોરા

* વાડીલાલ આઇકોન ઓફ ધ યર -એમ. મોનાલ ગજ્જર

(6:24 pm IST)