Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઈશા દેઓલ બીજી વખત બની માં: આપ્યો પુત્રીને જન્મ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અને દેઓલ પરિવારની પુત્રી ઈશા બીજી વખત માતા બની છે તેને બીજી પુત્રીને જન્મ આપ્યો છે આ વાતની માહિત ઈશાએ તેના સોશિયલ એકાઉન્ટ દ્વારા ફેન્સેને આપી છે. ઈશાએ એક ફોટો શેયર કર્યો છે જેમાં તેની પુત્રીનું  નામ જણાવતા  લખ્યું કે બેબી ગર્લ મિરાયા તખ્તાનીનો જન્મ 10 જૂનના થયો.આ પહેલા ઈશાએ 2017માં મોટી પુત્રી રાંઘ્યાને જન્મ આપ્યો હતો. ઈશાએ 2012માં ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.

(5:13 pm IST)
  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ગણાતી ઘડીઓ... : સુરત, વલસાડ, બારડોલી, નવસારી સહિતના જિલ્લાઓમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર અસહ્ય બફારામાં અકળાતા લોકો : સાંજે મેઘરાજાની પધરામણીની શકયતા બળવતર access_time 11:26 am IST

  • પોરબંદર કાંઠે વાયુ વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટઃ ચોપાટી દરિયાકાંઠે તા.૧પ સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ પોરબંદર દરિયાકાંઠે ''વાયુ'' વાવાઝોડાની સંભાવનાને લઇ તંત્ર એલર્ટ છે. જિલ્લા કલેકટર દ્વારા ચોપાટી દરિયાકાંઠે આજથી તા ૧પ સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોરબંદરમાં આજે કેન્દ્રની રેસ્કયુ ટીમ આવી છે. દરિયા કાંઠા નજીક ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાય તેવી સંભાવના છે. access_time 8:55 pm IST

  • સુરતમાં 'સાયકલોન વાયુ'ને પગલે તંત્ર એલર્ટ : ઓલપાડના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા access_time 1:55 pm IST