Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સંજય ગુપ્તાની ફિલ્મમાં પહેલીવાર સાથે નજરે પડશે જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી

મુંબઈ: જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી ફિલ્મકાર સંજય ગુપ્તાની આગામી ફિલ્મમાં પહેલીવાર સાથે નજરે પડશે. આ ફિલ્મ એક ગેંસ્ટર ડ્રામા હશે.  ફિલ્મની કહાની 1980 અને 1990ના દાયકાની છે. જેમાં મુંબઈની કાલ્પનિક ઘટનાઓને રજૂ કરવામાં આવશે. ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ મારી જોન સાથેની ત્રીજી ફિલ્મ છે અને હું ઇમરાન સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.હું હંમેશા તેમની સાથે કામ કરવા માંગતો હતો અને હું મારા મનપસંદ વિષય ગેંગસ્ટર-ડ્રામા પર ફરી એક ફિલ્મ બનાવી રહ્યો છું .... "ફિલ્મનું શૂટિંગ આગામી મહિને શરૂ થશે. તે ગુપ્તાની નિર્માણ કંપની 'વ્હાઇટ ફેધર ફિલ્મ્સ' અને ભૂષણ કુમારની ટી-સીરીઝ દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે.

(5:12 pm IST)
  • ૧૧ થી ૧૫ જૂન સુધી રાજસ્થાનમાં આંધી, ગાજવીજ અને જોરૂદારૂ પવન ફૂંકાશે આજથી પાંચ દિવસ સુધી રાજસ્થાનમાં ધૂળની આંધી, ગાજવીજ અને તોફાની પવન ફૂંકાશે. અજમેરૂ અલવરૂ બાસવાળા બરૂન ભરૂતપુરૂ ભીલવારા ગુંદી ચિત્ત્।ોડગઢ ગૌશા ઢોલપુરૂ જયપુરૂ જુનજુનું કરાવલી કોટા ટોંક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ૪૦ થી ૫૦ કિલોમીટરૂની ઝડપે પવન ફૂંકાશે. access_time 6:11 pm IST

  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • સિરીયા, ઈરાકમાં પીછેહઠ પછી આઈએસ હવે અફઘાનિસ્તાનમાં સક્રિય થયાના અહેવાલો access_time 3:28 pm IST