Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ઇમરન હાશ્મી જીમમાં વહાવી રહ્યો છે પરસેવો: સોશિયલ મીડિયા પર શેયર કરી તસ્વીર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના જીમ ટ્રેનર્સ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં હાશ્મી ઓરેન્જ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. ઇમરાન હાશ્મીની આ તસવીર જોઈને ચાહકો ને લાગી રહ્યું છે કે હાશમીએ પણ 'ટાઇગર 3' ની તૈયારી શરૂ કરી દીધી છે અને જલ્દી જ સલમાન ખાન સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમ છતાં તેની તસવીર શેર કરતા, હાશ્મીએ આવું કંઇ લખ્યું નથી, પરંતુ આ પ્રશંસકોનો અંદાજ છે.

(5:14 pm IST)