Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

સતત બીઝી હોવાના કારણે જ્‍હાન્‍વી કપૂરે કારમાં જ કપડા બદલી લીધાઃ સોશ્‍યલ મીડિયામાં ફોટા શેર કર્યા

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ તેની ફિલ્મ રૂહીના પ્રમોશનમાં બીઝી છે. વાત જાણે એમ છે કે આજે તેની ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ. જાહ્નવી કપૂર પ્રમોશનલ ઈવેન્ટ્સ માટે અલગ અલગ જગ્યા પર જઈ રહી છે. આ માટે જાહ્વવીએ વારંવાર કપડાં પણ બદલવા પડી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ થઈ છે. પોતાની તસવીરો શેર કરી રહી છે. આવામાં જાહ્વવીએ અનેક તસવીરો પણ પોસ્ટ કરી છે જેને જોઈને તમને ખબર પડશે કે તેણે કેટલી મહેનત કરવી પડી રહી છે.

આ રીતે બદલ્યા કપડાં

સામે આવેલી તસવીરોમાં જાહ્વવી કારમાં કપડાં બદલતી જોવા મળી રહી છે. જાહ્વવી પોતાના સુપરસ્ટાઈલિશ ગેટઅપથી રિલેક્સ્ડ ગેટઅપમાં ટ્રાન્સફોર્મ થતી જોવા મળી રહી છે.

બો શેપ્ડ બોડીકોન ડ્રેસમાં લાગે છે ગ્લેમરસ

હકીકતમાં કોઈ ઈવેન્ટ માટે જાહ્વવીએ એક શોર્ટ ડ્રેસ કેરી કર્યો છે. બો શેપ્ડ બોડીકોન ડ્રેસમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.

શિમરી ડ્રેસમાં લાગે છે સ્ટાઈલિશ

પોતાના આ શિમરી ડ્રેસને જાહ્વવીએ શિમરી હાઈ હીલ્સ સાથે પેર કર્યો છે. જાહ્વવીએ આ ડ્રેસમાં અનેક ખુબસુરત પોઝ આપ્યા છે.

આવું આપ્યું રિએક્શન

આ ઉપરાંત એક તસવીરમાં જાહ્વવી પ્લેનની અંદર બેઠેલી જોવા મળે છે. જેમાં તે ખુબ રિલેક્સ્ડ ગેટઅપમાં છે. આ તસવીર શેર કરતા જાહ્વવીએ લખ્યું કે આજનો દિવસ એક રિલેક્સ્ડ દિવસ હતો.

ફેન્સને ગમી રહી છે તસવીરો

આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

રિલીઝ થઈ જાહ્વવીની ફિલ્મ

અત્રે જણાવવાનું કે જાહ્વવી ફિલ્મ રૂહીના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આજે તેની ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. તેનીઆ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળી રહી છે.

(4:33 pm IST)