Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

સલમાને 'ટાઇગર-૩'ના મુહૂર્તનું નારિયેળ ફોડ્યું: ફિલ્મમાં કેટરીના -ઇમરાન હાશ્મી વગેરે છે

મુંબઇ,તા. ૧૧: સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર 'ટાઇગર ૩'નું શૂટિંગ ૮ માર્ચથી મુંબઇમાં શરૂ દરેક ફિલ્મ ફ્લોર પર જતાં પહેલાં યશરાજ ફિલ્મ્સની પ્રથા અનુસાર આયોજિત એક પારંપરિક પૂજામાં 'ટાઇગર ૩'ના બધા મુખ્ય કલાકારો સામેલ થયા હતા. ફિલ્મના નિર્દેશક મનીષ શર્મા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવતા ઇમરાન હાશ્મીએ પણ પૂજામાં ભાગ લીધો હતો. સલમાન ખાન ફિલ્મ ેપઠાનલૃના શૂટિંગના કામ માટે શાહરુખ ખાન સાથે યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં આવ્યો હતો. વાઇઆરએફ ભારતીય સિને ઇતિહાસની સૌથી મોટી જાસૂસી ફ્રેન્ચાઇઝી ઊભી કરવાની કોશિશમાં છે. સલમાન અને શાહરુખ પહેલાં પણ એકબીજાની ફિલ્મમાં કામ કરી ચૂકયા છે. પણ આ વખતે મામલો અલગ જ લેવલનો છે. સલમાન ફિલ્મ 'પઠાન'ના શૂટિંગમાં ભાગ લેવા સાથે 'ટાઇગર ૩'ના મુહૂર્તમાં પણ સામેલ થઇ ગયો. 'ટાઇગર ૩'ના મુહૂર્તમાં સામેલ થવા માટે કેટરિના કૈફને પણ છેલ્લી ઘડીએ સૂચના મળી તો એ પણ ખુશ થઇ ગઇ હતી. ફિલ્મની ટીમે ેટાઇગર ૩લૃના મુહૂર્તની તૈયારી બહુ જ ખાનગી રાખી હતી અને આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક મનીષ શર્મા અને ઇમરાન હાશ્મી ઉપરાંત યશરાજ ફિલ્મ્સના ગણ્યાગાંઠ્યા લોકો જ આ પૂજામાં સામેલ થયા હતા. જાણકાર સૂત્રો અનુસાર પોતાના ૫૦મા વર્ષમાં વાઇઆરએફ હિંદી સિનેમાની કેટલીક સૌથી મોટી ફિલ્મોના શ્રીગણેશ કરવા જઇ રહ્યું છે. ેટાઇગર ૩લૃએવા વિશાળ પાયે બનાવવામાં આવી રહી છે કે જે અગાઉ કયારેય જોવા નહીં મળ્યું હોય અને 'પઠાન'ફિલ્મનો મામલો પણ બિલકુલ એવો જ છે. કંપનીનો દાવો છે કે જયારે આ ફિલ્મો થિયેટરમાં રિલીઝ થશે ત્યારે દર્શકો માટે અદ્બુત, દર્શનીય અને મનોરંજક સાબિત થશે.

ફિલ્મ'ટાઇગર ૩'ની પૂજા દરમિયાન દરેકના ચહેરા પર જોશ અને ઉત્સાહની ઝલક જોવા મળી રહી હતી. બધા કલાકારો ટાઇગર ફ્રેન્ચાઇઝીની વાર્તા આગળ વધારવા બદલ રોમાંચિત હતા. ેપઠાનલૃના શૂટિંગ માટે સલમાન નીકળ્યો એ પહેલાં એમણે એકબીજા સાથે લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યો હતો. સલમાન ખાન સ્ટાર ેરાધેૅં યોર મોસ્ટ વોન્ટેડ ભાઇલૃનાં ડિસ્ટ્રિબ્યુશન, વિડિયો સ્ટ્રીમિંગ અને મ્યુઝિક રાઇટ્સ ૨૩૫ કરોડ રૂપિયામાં વેચાયાં હતાં. આ પ્રકારની ડીલને અમ્બ્રેલા ડીલ કહેવાય છે. સૂત્રોની વાત માનીએ તો આ રાઇટ્સ જી સ્ટુડિયોએ ખરીઘા છે. ફિલ્મ ઇદના અવસરે ૧૪ મેના રોજ રિલીઝ થશે. ફેન્સની સાથે એકિઝબિટર્સને પણ પૂરો ભરોસો છે કે સલમાન દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવશે. જાણવા મળ્યા મુજબ આ ફિલ્મ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ત્યાર બાદ એનો પ્રીમિયર ઓટીટી પ્લેટફોર્મ પર કરવામાં આવશે.

(10:19 am IST)