Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

એ કામથી પૈસા મળે અને કળામાં નિખાર પણ આવે: શરદ

અભિનેતા શરદ કેલકર આજે બોલીવૂડનું મોટુ નામ બની ગયો છે. તે અભિનય કરવાની સાથે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ ખુબ નામના ધરાવે છે. શરદ કહે છે ડબિંગ કરવું એ પણ એકિટંગનો જ એક મહત્વનો ભાગ છે. ફિલ્મો ઉપરાંત ટીવી સિરીયલો પણ તેણે ખુબ કરી છે. બાહુબલીના હિન્દી વર્ઝનમાં બાહુબલીનો અવાઝ શરદે જ આપ્યો હતો. એ પછી તે લોકોમાં વધુ જાણીતું નામ બન્યો હતો. તે કહે છે ડબિંગથી ઘણુબધું શીખવા મળે છે. ડબિંગને હું અભિનયનો અવિભાજ્ય અને અગત્યનો ભાગ સમજુ છું. પ્રયત્નો કરવાથી માણસ ઘડાય છે. મને આમ કરવાથી મારા કામમાં મદદ મળે છે. ડબિંગ કરવાથી મને પૈસા પણ મળે છે. એનાથી મારા કળામાં પણ નિખાર આવે છે. શરદે બોલીવૂડ ઉપરાંત હોલીવૂડની ફિલ્મોમાં પણ ડબિંગનું કામ કર્યુ છે. તે કહે છે હું ગમે તેવા પ્રોજેકટ માટે ડબિંગ કરતો નથી. તાજેતરમાં આવેલી એનિમેટેડ સિરીઝ ધ લેજન્ડ ઓફ હનુમાન માટે પણ શરદે ડબિંગ કર્યુ હતું.

(10:18 am IST)