Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

સંધ્યાના મહત્વના રોલમાં દખાશે સાન્યા

દંગલ ગર્લ તરીકે જાણીતી બનેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા હવે પોતાના બળે ફિલ્મો મેળવતી થઇ ગઇ છે. છ વર્ષ પહેલા દંગલથી શરૂઆત કર્યા પછી તેણે  સિક્રેટ સુપરસ્ટાર, પટાખા, બધાઇ હો, ફોટોગ્રાફ, શકુંતલા દેવી જેવી ફિલ્મોમાં નોંધનીય કામ કર્યુ છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી લુડો ફિલ્મથી પણ તેને ખુબ ફાયદો થયો છે. હવે તે પગલૈટ અને મિનાક્ષી સુંદરેશ્વર નામની બે ફિલ્મોમાં જોવા મળવાની છે. જેમાં પગલૈટ બનીને તૈયાર થઇ ચુકી છે અને આ મહિને જ છવ્વીસમી તારીખે ડિજીટલ પ્લેટફોર્મ નેટફિલકસ પર રિલીઝ થઇ રહી છે. પગલૈટની કહાની પરિવાર અને સભ્યોની લાગણીઓ વચ્ચેની છે. મધ્યમ વર્ગિય પરિવારમાં જન્મેલી સંધ્યાના પરિવારની વાત છે. સંધ્યાનો રોલ સાન્યા નિભાવી રહી છે. સંધ્યાના પતિનું અવસાન થઇ ચુકયું હોય છેે. આમ છતાં તે દુઃખી દેખાતી નથી. ફિલ્મના ડાયલોગ્સ પણ જબરદસ્ત હોવાનું ટીઝર જોતાં લાગે છે. ઉમેશ બિષ્ટ આ ફિલ્મના લેખક અને નિર્દેશક છે. સાન્યા સાથે શ્રુતિ શર્મા, આશુતોષ રાણા પણ છે.

(10:17 am IST)