Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

અહિ સતત મજબુત સ્પર્ધા છેઃ જ્હાન્વી

બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂરે બોલીવૂડમાં એન્ટ્રી કર્યાના બે વર્ષમાં જ નામના મેળવી લીધી છે અને પોતાની અભિનય ક્ષમતા દેખાડી દીધી છે. ધડક ફિલ્મથી કામ શરૂ કરનાર જ્હાન્વીની એ પછી આવેલી ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝ પણ લોકોને પસંદ પડી હતી. અંગ્રેજી મિડીયમ, ગુંજન સકસેના-ધ કારગિલ ગર્લના તેના કામની પણ નોંધ લેવાઇ હતી. હવે પછી તેની ત્રણ ફિલ્મો રૂહી, દોસ્તાના-૨ અને ગૂડલક જેરી કતારમાં છે. રૂહી આગામી દિવસોમાં રિલીઝ થવાની છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. જ્હાન્વી કહે છે બોલીવૂડમાં સ્પર્ધા ખુબ મજબૂત હોય છે.  હું આ સ્પર્ધામાં વિશ્વાસ ધરાવુ છું. મારા સાથી કલાકારો મારા માટે ખુબ માર્ગદર્શક બની રહે છે. દરેક પાસેથી હું કંઇ ને કંઇ શીખતી રહુ છું. બધા પોતાનો રસ્તો શોધીને ચાલતા હોય છે. પ્રયાસો કરો તો તમે અહિ ટકી શકો છો. ઘણીવાર એક જ ફિલ્મ માટે બે-ત્રણ કલાકારો કતારમાં હોય છે.

(10:17 am IST)