Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

વિદ્યા બાલને શરૂ કર્યું 'શેરની'નું શૂટિંગ

મુંબઇ,તા. ૧૧: બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ટૂંક સમયમાં જ તેની નવી ફિલ્મ 'શેરની'માં એક રસપ્રદ ભૂમિકામાં જોવા મળશે. કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદ 'શેરની' વિદ્યાની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તે એક વન અધિકારી શેરની ગિલનાં રોલમાં હશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ફિલ્મને મધ્યપ્રદેશમાં શૂટ કરવામાં આવી રહી છે.

વિદ્યાની શકુંતલા દેવી ફિલ્મ ગયા વર્ષના જુલાઇમાં રિલીઝ થઇ હતી. તેણે 'શેરની' ફિલ્મનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. એમા તે આ ફિલ્મ માટે ભગવાન પાસે આર્શીવાદ માંગી રહી છે. 'શેરની'નું શૂટિંગ 'વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે'થી શરૂ થયું છે.

(10:16 am IST)