Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

વિકી કૌશલે કેટરીના કૈફને હીરા-નીલમની સગાઈની વીંટી પહેરાવી હતીઃ કિંમત ૭,૪૦,૭૩૫ રૂપિયા

કેટરિનાના લહેંગાને સબ્યસાચી હેરિટેજ જવેલરીના હેન્ડક્રાફ્ટ કરેલા મોતી અને ૨૨ કેરેટ ગોલ્ડ, અનકટ હીરામાં બેસ્પોક બ્રાઈડલ જવેલરી સાથે જોડવામાં આવ્યો છે

મુંબઇ, તા.૧૦: વિકી કૌશલ અને કેટરીના કૈફ આખરે બોલિવૂડનું નવું રિયલ કપલ બની ગયા છે. બંનેના લગ્નને લઈને છેલ્લા ૧ મહિનાથી ભારે હોબાળો ચાલી રહ્યો હતો. કેટરિના અને વિકીએ તેમના લગ્ન વિશે મૌન સેવ્યું હતું, ૭ ફેરા પછી, તેમના નવા સંબંધ પર કેટલીક તસવીરો સાથે સત્તાવાર રીતે મહોર મારવામાં આવી હતી. ચાહકો આ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેટરિના લાલ રંગના લહેંગા અને વિકી આઇવરી સિલ્ક શેરવાનીમાં એકસાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આમાંની એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં કેટરીનાના હાથમાં સગાઈ વીંટી  દેખાતી હતી.વિકી કૌશલે તેની સગાઈમાં કેટરીના કૈફને હીરા-નીલમની વીંટી પહેરાવી હતી. કેટરિનાની એન્ગેજમેન્ટ રિંગમાં એક મોટો નીલમ છે અને તેની ચારે બાજુ હીરા જડેલા છે. તેણીની લગ્નની વીંટી ‘Tiffany & Co’ છે, જે એક લંબચોરસ આકારની છે.

રિપોર્ટ્સ અનુસાર, આ સુંદર વીંટીની કિંમત ૯૮૦૦ USD એટલે કે ભારતીય ચલણ અનુસાર લગભગ ૭,૪૦,૭૩૫ રૂપિયા છે. એટલું જ નહીં કેટરીનાનું મંગળસૂત્ર પણ ખૂબ જ સુંદર છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું.

તો, કેટરિનાએ વિકીને પ્લેટિનમ બેન્ડ પહેરાવ્યો. અહેવાલો અનુસાર, કેટરિનાએ પ્લેટિનમ ટિફની સોલેસ્ટે રિંગ પહેરી હતી, જયારે વિકીએ તેની રિંગ ફિંગરમાં પ્લેટિનમમાં ટિફની કલાસિક બેન્ડ પહેરાવ્યું હતું.

કેટરીના કૈફે લગ્નમાં ભારે ભરતકામ સાથે પરંપરાગત લાલ લહેંગો પહેર્યો હતો. તેણે તેના મેચિંગ દુપટ્ટા લીધા હતા. તેણે માંગ ટીકા અને નાથણી પહેરેલી હતી. કેટરીના પણ ગોલ્ડ કલીર પહેરેલી સ્પોટ કરવામાં હતી. જયારે વિકી કૌશલે આઈવરી સિલ્ક શેરવાની પહેરી હતી. કેટરિના અને વિકીના વેડિંગ આઉટફિટ લોકપ્રિય ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યા છે.

કેટરિનાના લહેંગાને સબ્યસાચી હેરિટેજ જવેલરીના હેન્ડક્રાફ્ટ કરેલા મોતી અને ૨૨ કેરેટ ગોલ્ડ, અનકટ હીરામાં બેસ્પોક બ્રાઈડલ જવેલરી સાથે જોડવામાં આવ્યો છે. તો, વિકી કૌશલ આઇવરી પ્રિન્ટેડ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગતો હતો. તેણીએ તેના કલાસિક વેડિંગ પોશાકને સબ્યસાચી હેરિટેજ જવેલરી સાથે પેયર કર્યા. વિકીએ આઈવરી-બેજ સાફો અને બ્રોચ સાથે તેનો લુક પૂર્ણ કર્યો.

(4:05 pm IST)