Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

ભગવાનના મારા પર આશીર્વાદ છેઃ પૂજા

અભિનેત્રી પૂજા હેગડે સાઉથમાં ખુબ જાણીતી છે. હિન્દી ફિલ્મોમાં પણ તેના અસંખ્ય ચાહકો છે. રિતીક રોશન સાથે મોહન-જો-દડો ફિલ્મથી બોલીવૂડમાં સફર શરૂ કરનારી પૂજા હેગડેનું કહેવું છે કે તેની ઇચ્છા છે કે તેને લોકો ભારતીય એકટર તરીકે ઓળખે. તે કહે છે હું કોઇ એક ભાષાની અભિનેત્રી છું એવું ઓળખાવું મને નહિ ગમે. પૂજાએ કહ્યું હતું કે ભગવાનના મારા પર આશીર્વાદ છે કે મને ભારત દેશની જુદી-જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરવાની સતત તક મળી રહી છે અને એ કારણે મને મારી અંદરની અભિનય પ્રતિભા દેખાડવાની પણ તક મળી રહી છે.  તમામ ભાષાના દર્શકો દ્વારા પણ મને ઘણો પ્રેમ મળ્યો છે. હંમેશાંથી મારી ઇચ્છા ઇન્ડિયન એકટર તરીકે ઓળખાવાની હતી. ભાષાને કારણે મારા કામમાં કોઇ અવરોધ આવે એવું હું નહોતી ઇચ્છતી. મારું માનવું છે કે સારું કામ કરો, સખત મહેનત કરો અને પોતાની જાતને સાબિત કરો. દરેક એકટરે તેમની અંદરથી આવતા અવાજને સાંભળવો જોઈએ અને દરેક પ્રોજેકટમાં સખ્ત મહેનત કરવી જોઇએ.

(9:53 am IST)