Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

સમુદ્રી યોધ્ધાના રૂપમાં દેખાયો સુનિલ

બોલીવૂડનો માચોમેન સુનિલ શેટ્ટી લાંબા સમય પછી ફરી ફિલ્મી પરદે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે. તે હવે મરક્કડ ધ લાયન ઓફ ધ અરેબિયન સી નામની ફિલ્મમાં ખુબ મહત્વની ભુમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઇ ચુકી છે. તેનો પહેલો લૂક પણ રજૂ કરાયો હતો. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો. જેમાં તે સમુદ્રી યોધ્ધાના રૂપમાં દેખાઇ રહ્યો હતો. સોળમી શતાબ્દીના સમુદ્રી યોધ્ધાનો રોલ સુનિલ શેટ્ટએ નિભાવ્યો છે. સુનિલે પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર ફિલ્મના પહેલા લૂકને રજૂ કર્યો હતો.

 વિડીયોમાં સુનિલ શેટ્ટી વધેલી દાઢી સાથે અને શરીર પર લોઢાનું સુરક્ષા કવચ પહેરેલો તથા હાથમાં તલવાર સાથે જોવા મળી રહ્યો હતો. આ પોસ્ટરને રજૂ કરીને તેણે નમસ્તે લખ્યું હતું. આ ફિલ્મ નેવી ચીફ મહોમ્મદ અલી ઉર્ફ કુંજલી મરક્કડના જીવન પર આધારીત છે. સુનિલના પુત્ર અહાન શેટ્ટીએ પણ તડપ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી લીધી છે.

(9:53 am IST)