Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

ભરપુર મનોરંજક બની રહેશે રણવીર-આલિયાની ફિલ્મ

ફિલ્મ રોકી ઓૈર રોની કી પ્રેમ કહાની  દર્શકો માટે પ્રેમકહાની સાથે પારિવારીક ડ્રામાથી ભરપુર અને મનોરંજક બનવાની છે તેવો નિર્માતા દાવો કરી રહ્યા છે. ફિલ્મનું સંગીત પણ કર્ણપ્રિય હોવાનું કહેવાઇ રહ્યું છે. પ્રીતમ અને અમિતાભની જોડી ફરી એક વખત સાથે આવી છે. આ જોડીએ અગાઉ એ દિલ હૈ મુશ્કિલ જેવી સફળ ફિલ્મમાં સુપરહિટ સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં આઠ જેટલા ગીતોને કરણ જોહરની ખાસ શૈલીમાં ફિલ્માવાયા છે. કરણ જોહર પણ આ મોટી ફિલ્મ સાથે કમબેક કરી રહ્યો છે. સાત વર્ષ પછી કરણ સશકત અભિનેતાઓની ટીમ સાથે નિર્દેશક તરીકે પાછો આવ્યો છે. ફિલ્મમાં રણવીરસિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી સહિતના કલાકારો છે. કરણ જોહર નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ હિરૂ યશ જોહર, કરણ અને અપૂર્વ મહેતા કરી રહ્યા છે. પટકથા અને કહાની ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોયએ લખી છે. ૨૦૨૩ની દસમી ફેબ્રુઆરીએ આ ફિલ્મ જોવા મળશે. ફિલ્મનું ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે.

(9:51 am IST)