Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બોક્સ ઓફિસ પર ' ભારત' નો જલવો :5 દિવસમાં કમાણી 150 કરોડ પાર પહોંચી :અનેક રેકોર્ડ તુટશેa

'ભારત' ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી

મુંબઈ ;બોલીવુડ અભિનેતા સલમાન ખાનની 'ભારત' બોક્સ ઓફિસ પર કમાણીનાં નવાં રેકોર્ડ સર્જ્યા છે કમાણીના મામલે માત્ર 5 દિવસમાં 150 કરોડને પાર પહોંચી  છે. ફિલ્મે શનિવારે 8 જૂનનાં રોજ 26.70 કરોડની કમાણી કરી હતી જ્યારે રવિવારે ફિલ્મે 27.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સાથે જ ફિલ્મે રવિવાર સુધીમાં એટલે કે રિલીઝનાં પાંચ દિવસમાં 150.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 'ભારત' ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે.

વર્ષ 2019માં અત્યાર સુધીમાં 'કેસરી', 'ગલી બોય', 'કલંક' અને 'ભારત' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી. જેમાં સૌથી વધુ કમાણી 'ભારત'ની છે.

(11:16 pm IST)