Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફરીથી એક્શન ફિલ્મો કરશે અક્ષય કુમાર

મુંબઈ: અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી સામાજિક સંદેશાઓ આપતી જ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પરંતુ હવે તેને ફરી એકશન ફિલ્મ કરવાનું મન થયું છે. અક્ષય કુમારની સામાજિક સંદેશાઓ આપતી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળ્યું નથી. તેથી હવે અક્ષય ઇચ્છે છે તેએક પાવરપેક્ડ મુવી સાથે ફરી બોક્સઓફિસ પર ધમાલ મચાવે. તેના ચાહકો અને બોલીવૂડ એક એકશન ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અક્ષયની આગામી ફિલ્મો કેસરી અને હાઉસફુલ ૪ હશે. ચર્ચા છે કે તે જલદી જ પોતાની એકશન ફિલ્મની ઘોષણા કરશે. જે તેની રાઉડી રાઠોર ફિલમ સાથે મળતી હશે. લાગે છે કે પેડમેન ફિલ્મ બાદ અક્ષયે સામાજિક સંદેશાઓ આપતી ફિલ્મો હાલ ન કરવાનો નિર્ણય લીધો છે.
 

(4:55 pm IST)