Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

અરહાન બહલ બન્યો વિષપુરુષ

કલર્સ ચેનલ પર આવતી સિરીયલ 'વિષ યા અમ્રિતઃ સિતારા'માં અરહાન બહલ વિશપુરૂષના રૂપમાં જોવા મળશે. યુવરાજ વિષરાજ સિંહનું પાત્ર ભજવતાં અરહાન હવે વિષપુરૂષના પાત્રમાં જોવા મળશે. તેના વિષપુરૂષના લુકને ધ્યાનમાં રાખીને તેનાં કપડાં પણ બ્લેક અને ગ્રે બનાવવામાં આવ્યાં છે. તેમ જ તેની ચામડીનો રંગ પણ બ્લુ રાખવામાં આવ્યો છે જેથી તેના શરીરમાં ઝેર દોડતું હોય એ દેખાડી શકાય. તેની લાંબી દાઢી અને બે શિંગડાં પણ રાખવામાં આવ્યાં છે. આ વિશે અરહાન બહલ કહે છે, 'સુપરનેચરલ પાત્ર ભજવવું ખૂબ જ એકસાઇટિંગ છે. મારા કેરેકટરના મેકઅપ અને કોસ્ચ્યુમ પાછળ ખૂબ જ મહેનત કરવામાં આવી છે. વિરાજ અને વિષપુરૂષ બન્નેના પાત્ર વચ્ચે જમીન -આસમાનનો ફરક છે. વિરાજ શાંત અને વિનમ્ર છે. ત્યારે વિષપુરૂષને કન્ટ્રોલમાં નથી રાખી શકાતો.'

(3:59 pm IST)