Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પૂજા હેગડેની જોડી જામશે સાઉથ સ્ટાર વિજય

મુંબઈ: અભિનેત્રી પૂજા હેગડે ટૂંક સમયમાં પ્રભાસની સાથે રાધે-શ્યામમાં જોવા મળશે. આ ફિલ્મ 30 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે. અભિનેત્રીના ચાહકો માટે વધુ એક ખુશખબર સામે આવી છે. અહેવાલો અનુસાર પૂજા હેગડે માસ્ટર થલાપથી વિજયની આગામી ફિલ્મનો ભાગ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા હેગડે ટૂંક સમયમાં વિજય સાથે જોવા મળી શકે છે. જો કે, હજી સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, ફિલ્મનું નામ પણ હજી નક્કી કરવામાં આવ્યું નથી. અત્યારે તેને ફક્ત વિજય 65 તરીકે ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ ફિલ્મ થલાપતિ વિજયની 65 મી ફિલ્મ હશે.

(5:02 pm IST)