Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

શ્રદ્ધા કપૂર અને તેનો બોયફ્રેન્‍ડ રોહન શ્રેષ્‍ઠાએ મોડી રાત્રીના સાથે ડિનર કર્યુઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાની ચર્ચા બોલીવુડમાં ખુબ થઈ રહી છે. બંને ભલે પબ્લિક પ્લેટફોર્મ પર પોતાનો સંબંધ ક્યારેય ન કબૂલતા હોય પરંતુ છાશવારે એકસાથે જોવા મળે છે. ક્યારેક રોહન, શ્રદ્ધા કે કઝિન પ્રિયાંકના વેડિંગ ફંક્શનમાં સાથે હોય છે તો ક્યારેક શ્રદ્ધાની બર્થડે પાર્ટીમાં તેને પાછળથી હગ કરતો જોવા મળે છે. આવામાં બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે તો આ બંને જ સારી રીતે જાણતા હોય. આ બધા વચ્ચે જો કે એક વીડિયો હાલ સામે આવ્યો છે.

રોહન સાથે શ્રદ્ધાએ કર્યું ડિનર

આ વીડિયોમાં શ્રદ્ધા મોડી રાતે રોહન શ્રેષ્ઠા સાથે ડિનર કરવા પહોંચી હતી. શ્રદ્ધાનો આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે. શ્રદ્ધા કપૂર વીડિયોમાં રેસ્ટોરામાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ખુબ જ ફોર્મલ તૈયાર થયેલી જોવા મળે છે. તેણે કોટ સાથે લેધર ટ્રાઉઝર પહેર્યું છે.

શ્રદ્ધાની બર્થડે પાર્ટીમાં રોહન

અત્રે જણાવવાનું કે આ અગાઉ શ્રદ્ધા કપૂરે બર્થડે પર માલદીવમાં બીચ સાઈડ પર પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં તમામ લોકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાના કેક કાપવાના ફોટા પણ સામે આવ્યા હતા. આ વીડિયોમાં તેની ખુબ નજીક રોહન શ્રેષ્ઠા જોવા મળ્યો હતો. તેનો એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં રોહન શ્રદ્ધાને પાછળથી હગ કરતો જોવા મળ્યો. આ તસવીરો અને વીડિયો  ખુબ વાયરલ થયા અને અનેક દિવસો સુધી ચર્ચામાં રહ્યા.

શ્રદ્ધાના કઝિનના લગ્નમાં પહોંચ્યો હતો રોહન

શ્રદ્ધા કપૂર તેના કઝિન પ્રિયાંક શર્માના પ્રીવેડિંગ ફંકશનમાં સામેલ થવા માટે માલદીવ ગઈ હતી. આ દરમિયાન તેની સાથે રોહન શ્રેષ્ઠા પણ હતો. પ્રીવેડિંગ ફંક્શનમાંથી બંનેના ધમાલ મસ્તીના ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. હવે આવામાં સતત એવી અટકળો છે કે શ્રદ્ધા કપૂર રોહન સાથે રિલેશનમાં છે. શ્રદ્ધા અને તેના પરિવાર તરફથી જો કે હજુ સુધી કશું સ્પષ્ટ કરાયું નથી. સતત એવું કહેવાય છે કે બંને સારા મિત્રો છે.

(4:38 pm IST)