Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સારા અલી ખાનનો હાથ પકડીને કિસ કરવાનો પ્રયાસ કરનાર ઝડપાયો

નવી દિલ્હી : સારા અલી ખાન (Sara Ali Khan) જલ્દી કાર્તિક આર્યન સાથે લવ આજકલ-2 માં દેખાશે. સિંબા રિલીઝ થયાને સમય થયો છે પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. ક્યારે કાર્તિક સાથેની દોસ્તીને લઇને તો ક્યારેક બિકીની ફોટોને લઇને તે લાઇમ લાઇટમાં રહે છે. હાલમાં તેણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લઇને તે ચર્ચામાં આવી રહી છે. જેમાં તે અજીબોગરીબ સ્થિતિમાં મુકાઇ જાય છે. જીમમાંથી બહાર આવતાં ફેન્સ દ્વારા ફોટો માટે વિનંતી કરાતાં તેણી ફોટો પડાવવા ઉભી રહે છે આ સંજોગોમાં એક શખ્સ દ્વારા તેણીને કિસ કરવાનો પ્રયાસ કરાતાં સૌ કોઇ ચોંકી ગયા હતા અને શખ્સને કમાન્ડોએ ઝડપી લીધો હતો.

(8:24 pm IST)