Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મમાં ચમકી શકે છે કાર્તિક આર્યન

મુંબઈ:   બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ પત્ની ઓર  વો' હાલમાં જ બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ છે. ફિલ્મમાં કાર્તિકે ચિન્ટુ ત્યાગીની ભૂમિકાથી દરેકના દિલ જીતી લીધા છે.હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિક આર્યનને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મની ઓફર કરવામાં આવી છે. કાર્તિક પ્રખ્યાત દિગ્દર્શક સૂરજ બરજાત્યાના દીકરાના દિગ્દર્શક પદમાં કામ કરશે. આ ફિલ્મ કાર્તિકના બીજા મોટા પ્રોજેક્ટની યાદીમાં સામેલ છે. હાલમાં આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને ન તો આ સમાચાર અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.

(5:21 pm IST)