Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સુહાના ખાન શીખી રહી છે બેલી ડાન્સ

કોરોના યાવરસને કારણે સમગ્ર દુનિયામાં લગભગ લોકડાઉનની સ્થિતિ છે. આ કારણે તમામ જીમ અને ફિટનેસ સેન્ટર પણ બંધ છે. આવા સમયમાં બોલીવૂડ સેલિબ્રિટી પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા યોગ, કસરતો, જુમ્બા, વેઇટ લિફટીંગ સહિતનો સહારો લઇ રહ્યા છે. આવા ફોટો અને વિડીયો પણ તે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરે છે. શાહરૂખ ખાનની લાડકી દિકરી સુહાના પણ સેલ્ફ આઇસોલેશન દરમિયાન પોતે ફિટ રહે તે માટે ઓનલાઇન બેલી ડાન્સ શીખી ફિટ રહેવાનો પ્રયાસ કરી રહી છે. તેણે આવી તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતાં જ વાયરલ થઇ ગઇ હતી. સુહાનાની ટીચર સંજના મુજરેજાએ પોતાના ઇંસ્ટાગ્રામ પરથી સુહાનાની તસ્વીરો પોસ્ટ કરી હતી. તસ્વીરમાં સુહાના સાથે બેલી ડાન્સ ટીચર વિડીયો કોલથી એક બીજા સાથે વાત કરતાં હોય તે જોઇ શકાય છે. કેપ્શનમાં લખ્યું છે કે-આ એક પડકાર છે, પણ અસંભવ નથી. સુહાના ઓનલાઇન બેલી ડાન્સ શીખી રહી છે. સુહાના ફિટનેસની બાબતમાં સતત સતર્ક રહે છે.

(9:29 am IST)
  • જામનગર લેબ,માં આવેલ તમામ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ : જામનગર લેબમાં કુલ 13 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતા : જામનગરના-2,મોરબીના-7,પોરબંદરના 2 અને દ્વારકાનું એક સેમ્પલ પરીક્ષણ માટે આવેલ access_time 7:14 pm IST

  • વડોદરામાં વધુ ચાર કોરોના પોઝીટીવનાં કેસ: વડોદરા કલેક્ટરે વધુ 4 કેસની કરી પુષ્ટિ: વડોદરામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 22 થયો access_time 1:24 pm IST

  • ઉત્તર પ્રદેશના 66 તાલુકાઓ સૅનેટાઇઝ કરવા ફાયર ફાઇટરને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લીલી ઝંડી : આગળ જતા તમામ તાલુકાઓને સૅનેટાઇઝ કરાશે access_time 7:58 pm IST