Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મને મારી 20 વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ વાર પુરૂષ કલાકાર તરીકે પગાર મળ્યોઃ પ્રિયંકા

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની આગામી એમેઝોન પ્રાઇમ વિડીયો સીરીઝ 'સિટાડેલ'માં પ્રથમ વખત તેણીને તેના પુરૂષ સહ- કલાકારોની બરાબરી મળી હતી. જ્યારે તે 20 વર્ષથી આ મનોરંજન ઉદ્યોગમાં અભિનય કરી રહી છે. પ્રિયંકાએ બીબીસીની 100 વુમન (ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા) માટે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "મને બોલિવૂડમાં ક્યારેય પગારની સમાનતા મળી નથી." પ્રિયંકાએ કહ્યું, "મને મારા પુરૂષ સહ-અભિનેતાના પગારના 10 ટકા જેટલો પગાર મળતો હતો. આ તફાવત ઘણો મોટો છે અને ઘણી સ્ત્રીઓ હજુ પણ તેનો સામનો કરે છે."તેણીએ વધુમાં ઉમેર્યું, "મારી પેઢીએ ચોક્કસપણે મહિલા કલાકારો માટે સમાન વેતન માંગ્યું છે. અમે માંગ્યું છે, પરંતુ અમને મળ્યું નથી."

(7:25 pm IST)