Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

2019નો ઓસ્કર એવૉર્ડ સમારોહ હોસ્ટ કરશે કોમેડિયન કેવિન હાર્ટ

મુંબઈ:કોમેડિયન કેવિન હાર્ટને ૨૦૧૯માં યોજાનારા ૯૧મા ઓસ્કાર એવોર્ડ સમારોહના એન્કર તરીકે પસંદકરવામાં આવ્યો હોવાનંુ એક અહેવાલમાં જણાવાયું હતું.હોલિવૂડ રિપોર્ટર ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ કેવિને સોશ્યલ મિડિયા પર આ સમાચારને સમર્થન આપતાં લખ્યું હતું કે આ એવોર્ડ સમારોહને યાદગાર બનાવવા હું મારી બેસ્ટ પ્રતિભા કામે લગાડીશ...છેલ્લાં કેટલાંય વરસોથી હું મારી જાતને સવાલ કરતો રહ્યો હતો કે મને કદી ઓસ્કાર એવોર્ડ સમારોહના એન્કરિંગની તક  મળશે કે ?... પછી હું જ મારી જાતને જવાબ આપતો રહ્યો હતો કે એ મારા જીવનની શ્રેષ્ઠ પળો હશે અને એને યાદગાર બનાવવા હું મારી તમામ શક્તિ કામે લગાડી દઇશ..   છેલ્લા બે ઓસ્કાર એવોર્ડ સમારોહનું સંચાલન જીમ્મી કિમ્મેલે કર્યું હતું. પરંતુ એના લાઇવ ટેલિકાસ્ટિંગના આંકડા સતત ઘટતા રહ્યા હતા. ગયા વરસે ૨૬.૫ મિલિયન દર્શકોએ આ સમારોહ  જોયો હતો જે વ્યૂઅરશીપનો સૌથી ઓછો આંકડો ગણાયો હતો.

(4:57 pm IST)