Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૨૦મીએ સૈફ અલી ખાન અને કરીના કપૂરના છોટે નવાબ તૈમુર ૨ વર્ષનો થશેઃ બે અઠવાડિયા પહેલા ઉજવણીનો પ્રારંભ

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો છોટે નવાબ તૈમૂર 20 ડિસેમ્બરે બે વર્ષનો થશે. જો કે ટીમના બર્થ ડેનું સેલિબ્રેશન બે અઠવાડિયા પહેલા શરૂ થઈ ગયું છે. ‘સૈફીના તૈમૂર માટે પ્રી-બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીમાં અનેક સ્ટાર કિડ્સ સામેલ થયા. તૈમૂરની બર્થ ડેમાં ફેમિલીમાંથી માસી કરિશ્મા કપૂર, નાની બબીતા, નાના રણધીર કપૂર, ફોઈ સોહા, ફુઆ કુણાલ ખેમૂ, બહેન સમારા અને ઈનાયા અને ભાઈ કિયાન પહોંચ્યા.

તૈમૂરની પ્લે સ્કૂલમાંથી રણવિજયની દીકરી કાયનાત સિંહ, તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય આવ્યો. સિવાય સોહેલ ખાનનો દીકરો યોહાન, અમૃતા અરોરાના દીકરાઓ રાયન અને અઝાન પણ પાર્ટીમાં સામેલ થયા. જો કે તૈમૂરમા બેસ્ટ ફ્રેંડ યશ અને રૂહી પાર્ટીમાં હાજર નહોતા.

પાર્ટીમાં તૈમૂરને મળેલી ગિફ્ટ્સ ખાસ હતી. ગિફ્ટમાં તૈમૂરને યલો કલરની ટોય લેમ્બોર્ગિની કાર મળી.

(4:51 pm IST)