Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બોલીવુડના સદાબહાર 'હી-મેન' ધર્મેન્દ્રનો આજે ૮૩મો જન્મદિન

૫૯ વર્ષથી બોલીવુડ સાથે દેઓલ પરિવારનો નાતો

મુંબઈ તા. ૭ : બોલિવુડના સુપરસ્ટાર ધરમેન્દ્ર આજે ૮ ડિસેમ્બરે પોતાનો ૮૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેઓલ ખાનદાન ફિલ્મ જગત સાથે ૫૯ વર્ષથી જોડાયેલુ છે. હવે આ ખાનદાનની ત્રીજી પેઢી એટલે કે કરણ દેઓલ પણ ડેબ્યુ માટે તૈયાર છે. ધર્મેન્દ્ર પછી તેમના બે પુત્ર સની અને બોબી સિલ્વર સ્ક્રીન પર છવાયેલા રહ્યા. પરંતુ ધરમેન્દ્રની ત્રણ પુત્રીઓ હંમેશા લાઈમ લાઈટથી દૂર જ રહી છે. આ ત્રણ પુત્રીઓમાં બે દીકરીઓ અજિતા અને વિજેતા ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કોરની પુત્રીઓ છે. આહના ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે. તમે આહના વિષે તો સાંભળ્યુ જ હશે, તે એશા દેઓલની નાની બહેન છે. તે પોતાના લગ્ન સમયે ચર્ચામાં આવી હતી. પરંતુ ધર્મેન્દ્ર અને પ્રકાશ કોરની બે દીકરીઓ અજીતા અને વિજેતાને ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આખરે આ બંને દીકરીઓ છે કયાં?

ઙ્ગ દેઓલ પરિવારના આ બંને સભ્ય એવા છે જેનો ઉલ્લેખ છેલ્લા ૫૮ વર્ષમાં કયારેય નથી થયો. અજીતા અને વિજેતા હંમેશા લાઈમ લાઈટથી દૂર જ રહી છે. બંને કયારેય દેઓલ પરિવારના ફેમિલી ફંકશનમાં પણ જોવા નથી મળતી. મિડીયા રિપોર્ટ્સ મુજબ હવે બંને બહેનો કેલિફોર્નિયા શિફટ થઈ ગઈ છે. ઈન્ટરનેટ પર ઉપસ્થિત માહિતી અનુસાર અજિતાના લગ્ન કિરણ ચૌધરી સાથે થયાં હતાં. કિરણ '૧૦૦૦ ડેકોરેટિવ ડિઝાઈન્સ ફ્રોમ ઈન્ડિયા' નામના પુસ્તકના ઓનર છે.

ઙ્ગ વિજેતાના નામથી ધર્મેન્દ્રએ પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કર્યુ હતુ. ધર્મેન્દ્રની કંપનીનું નામ વિજેતા પ્રોડકશન પ્રાઈવેટ લિમિટેડ છે. વિજેતાના લગ્ન વિષે ઈન્ટરનેટ પર કોઈ જાણકારી નથી. તે પણ પોતાની બહેન અજિતા સાથે અમેરિકામાં જ રહે છે. અજિતા અને વિજેતાની સાવકી બહેનો એશા અને આહના દેઓલ છે. આ બંને દીકરીઓ લાઈમલાઈટમાં રહે છે. અજિતા વિજેતા અંગે લોકો વધુ જાણતા નથી. બંનેની ગણીગાંઠી તસવીરો જ ઈન્ટરનેટ પર જોવા મળે છે.

(4:17 pm IST)