Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હોલિવૂડ ફિલ્‍મની રિમેકમાં રણવીરસિંહ અને કેટરીના કૈફ રોમાન્‍સ કરતા જોવા મળશેઃ જોયા અખ્‍તર ફિલ્‍મ બનાવશે

નવી દિલ્હીઃ બોલીવુડ ડાયરેક્ટર જોયા અખ્તરની પાછલી ફિલ્મ 'ગલી બોય'ને ખુબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. એક રિપોર્ટ અનુસાર જોયા અખ્તર એકવાર ફરી રણવીર સિંહની સાથે ફિલ્મ બનાવવા જઈ રહી છે અને આ વખતે તેની સાથે કેટરીના કેફ જોવા મળી શકે છે. જો આમ થાય તો આ જોડી પ્રથમવાર રોમાન્સ કરતી જોવા મળશે.

'પિંકવિલા'ના એક રિપોર્ટ પ્રમાણે, જોયા અખ્તર એક મોટી ફિલ્મ બનાવવા જઈ રહી છે જે એક ફેસમ હોલીવુડ ફિલ્મની હિન્દી અડેપ્ટેશન હશે. તેણે આ માટે રણવીર સિંહ અને કેટરીનાનું નામ નક્કી કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે એક સૂત્રએ જણાવ્યું કે, જોયાએ હોલીવુડની ફેમસ ફિલ્મ 'ધ ડિપાર્ટેડ'ના રાઇટ્સ લઈ લીધા છે. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મ ઓસ્કાર જીતી ચુકી છે. પરંતુ ભારતીય ફિલ્મ પ્રમાણે જોયા તેના પ્લેટમાં ફેરફાર કરશે.

રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ ફિલ્મમાં તે રોલ કરશે જે ઓસ્કાર વિનિંગ અભિનેતા લિયાનાર્ડો ડિ કૈપ્રિયોએ નિભાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે રણવીરે આ રોલ માટે હા પાડી દીધી છે. ફિલ્મમાં કેટરીનાનો પણ એક્શન અને એડવેન્ચરનો ભરપૂર રોલ હશે. હવે જોવાનું રહેશે કે રણવીર અને કેટરીનાની જોડી સાથે પડદા પર જોવા મળે છે કે નહીં કારણ કે બંન્ને ઘણીવાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.

(5:22 pm IST)