Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

'સોનચિડિયા'નું દમદાર ટ્રેલર રિલીઝઃ ડાકૂના રોલમાં જામી રહ્યો છે સુશાંત

એકશન, પોલિટિકસ, ડ્રામા, ખૂન ખરાબા, બદલો, હારજીત એવું બધુ જ છે ફિલ્મમાં: ૮ ફેબ્રુઆરીએ થશે સર્વત્ર રિલીઝ

મુંબઇ તા. ૮: ફિલ્મ 'સોનચિડિયા'નું  ટ્રેલર આખરે રિલીઝ થતઇ ગયું છે. ટ્રેલર દમદાર જણાય છે. જેમાં એકશન, રાજકારણ, ડ્રામા, ખૂન-ખરાબા, બદલો, હારજીત એવું બધુ જ દર્શકો સામે રજુ કરાયું છે. સુશાંતસિંહ રાજપૂત ફિલ્મમાં ડાકૂના રોલમાં ખુબ જમાવટ કરી રહ્યો છે. તેના ડાયલોગ્સ પણ મજેદાર છે.

મુખ્ય ભુમિકામાં સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ બાજપેયી, રણવીર શોૈરી, આશુતોષ રાણાએ દમદાર કામ કર્યુ છે. સોનચિડિયામાં ડાકૂ યુગ પર આધારીત એક ગામની કટ્ટર કહાની રજૂ કરવામાં આવી છે. અભિષેક ચોૈબે દ્વારા નિર્દેશીત સોનચિડિયામાં ધમાકેદાર એકશનની ભરમાર છે. મધ્યભારતના ડાકૂઓની શાનદાર ગોૈરવગાથાની ઝલક પણ જોવા મળશે. મધ્યપ્રદેશના પહાડો વચ્ચે આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ થયું છે. અભિષેક ચોૈબેએ અગાઉ ઉડતા પંજાબ અને ઇશ્કિયા જેવી ફિલ્મો આપી છે. હવે સોનચિડિયામાં ચંબલની કહાની લાવ્યા છે. નિર્માતા રોની સ્ક્રુવાલાની આ ફિલ્મ ૮ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

(11:36 am IST)