Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રજનીકાંતની ૧૬૫મી ફિલ્મ આવશે ૧૦મીએ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ 'પેટ્ટા'નું હિન્દી ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે નવાજુદ્દિન સિદ્દકી, તૃષા, બોબી સિન્હા, વ્જિય સેથુપથી, સિમરન બગ્ગા મુખ્ય રોલમાં છે. ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. પેટ્ટા રજનીકાંતની ૧૬૫મી ફિલ્મ છે. ટ્રેલરમાં દરેક જગ્યાએ રજનીકાંત છવાયેલા છે. નવાજુદ્દિનની થોડી ઝલક પણ જોવા મળી રહી છે. પણ તે જોરદાર લાગી રહ્યો છે. તે ફિલ્મમાં દક્ષિણ ભારતીય શખ્સના રોલમાં છે. કહેવાય છે કે તે વિલનના રોલમાં છે. રજનીકાંત આ ફિલ્મમાં એકશન કરવા ઉપરાંત રોમાન્ટીક અંદાજમાં પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન કાર્તિક સુબ્બારાજે કર્યુ છે. વિજય સેતુપતિ અને તૃષા પહેલીવાર રજનીકાંત સાથે કામ કરી રહ્યા છે. નવાજુદ્દીનની સાઉથમાં આ પહેલી ફિલ્મ છે.

(10:03 am IST)